માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

Tapi news: પીપળકુવા ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી ના હસ્તે હાઈબ્રીડ શાકભાજી બિયારણ કીટ વિતરણ કરાયું

Tapi news: પીપળકુવા ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી ના હસ્તે હાઈબ્રીડ શાકભાજી બિયારણ કીટ વિતરણ કરાયું  


પ્રાકૃતિક ખેતી નું ઉત્પાદન વધારી આવક બમણી કરવા અનુરોધ કરતાઃ  

 રાજ્યકક્ષા આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ


(માહિતી બ્યુરો તાપી) તા.૧૭- તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પિપળકુવા ગામે આજરોજ રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના વરદ હસ્તે ૫૮ જેટલા ખેડૂત ભાઈઓ-બહેનોને રૂા.૧.૧૬ લાખના ખર્ચે HRT-3 હાઈબ્રીડ શાકભાજી બિયારણ કીટનું વિનામૂલ્યે  વિતરણ કરાયું હતું. નાયબ બાગાયત કચેરી,વ્યારા આયોજીત કાર્યક્રમમાં ઉત્સાહભેર ખેડૂતો ઉમટી પડ્યા હતા. 

         રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે ખેતી કરવી ખૂબ જ અગત્યની છે. જૈવિક ખાતરના ઉપયોગ કરી ધીમે ધીમે રાસાયણિક ખાતરનો વપરાશ ઓછો કરી, પ્રાકૃતિક ખેતી નું ઉત્પાદન વધારી આવક બમણી કરવા અનુરોધ કર્યો હતો. માર્કેટ વ્યવસ્થા માટે હાટબજાર પણ આપવામાં આવશે. આમ  સરકારશ્રી તમારા આંગણે  લાભો આપવા આવી છે ત્યારે સરકારશ્રીની યોજનાઓનો લાભ લઈ વિકાસના ક્ષેત્રો હાંસલ કરવા ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. 

           નાયબ બાગાયત નિયામકશ્રી તુષારભાઈ ગામીતે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર યોજનાકિય સહાયની ઓનલાઈન અરજી કરવા ખેડૂતોને જણાવ્યું હતું. વધુમાં કૃષિ વિજ્ઞાાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે. ઉત્પાદનની સાથે ખર્ચ કેવી રીતે ઘટાડવો તેનું પણ માર્ગદર્શન આપ્યું હતું.

            આ પ્રસંગે પિપળકુવા,જમાપુર,ગુણસદાના સરપંચશ્રીઓ, કેવીકે વ્યારાના પ્રા.આરતી સોની,ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝના કેયુર પટેલ,સમાજીક આગેવાન અરવિંદભાઈ ગામીત,પરેશભાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. 

                                              

પીપળકુવા ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી ના હસ્તે હાઈબ્રીડ શાકભાજી બિયારણ કીટ વિતરણ કરાયું પ્રાકૃતિક ખેતી નું...

Posted by Info Tapi GoG on Saturday, August 17, 2024

Comments

Popular posts from this blog

તાપી જીલ્લાનો ઇતિહાસ અને જોવાલાયક સ્થળો

તાપી જિલ્લામાં વરસાદના હળવા વિરામ બાદ સાફસફાઇ અને દવા છંટકાવની કામગીરી હાથ ધરાઇ

જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) તાપી ખાતે "નેશનલ સ્પોર્ટ્સ ડે" ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ