તાપી જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે "રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લેવાયા.

Image
            તાપી જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે "રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લેવાયા. વિવિધ અધિકારી/કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા માટે સ્વયંને સમર્પિત કરવાના શપથ લીધા માહિતી બ્યુરો,તાપી. તા.૩૦: લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ તા.૩૧ ઓક્ટોબરના રોજ  દર વર્ષે "રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્યની તમામ સરકારી કચેરીઓ,બોર્ડ,નિગમોમાં “રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવામાં આવે છે. આગામી તા.૩૧/૧૦/૨૦૨૪ના રોજ જાહેર રજા હોઇ રાજ્ય સરકાર દ્વારા તા.૩૦/૧૦/૨૦૨૪ના રોજ "રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવા જણાવાયું હતું. જે અન્વયે તાપી જિલ્લામાં આજરોજ સેવાસદન કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર.બોરડના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા અને તાલુકાની અન્ય વિવિધ કચેરીઓમાં સર્વે અધિકારી/કર્મચારીઓ દ્વારા "રાષ્ટ્રીય એકતા દિવસ” ના શપથ લેવામાં આવ્યા હતા. આ સાથે તાપી જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે,પ્રાયોજના વહિવટદારશ્રીની કચેરી ખાતે અધિકારી/કર્મચારીઓએ એકતા શપથ લઇ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા મા...

તાપી જીલ્લાનો ઇતિહાસ અને જોવાલાયક સ્થળો


તાપી જીલ્લાનો ઇતિહાસ અને જોવાલાયક સ્થળો 

તાપી જિલ્લો, જે ગુજરાત રાજ્યમાં આવેલ છે, તેની સ્થાપના 2 ઓક્ટોબર, 2007 ના રોજ થઈ હતી. આ જિલ્લાનો મુખ્ય મથક વ્યારા છે. તાપી જિલ્લો પ્રાચીનકાળમાં દુર્ગમ વિસ્તારો અને જંગલોથી ભરપૂર હતો.

જિલ્લો તાપી નદીના નામ પરથી ઓળખાય છે, જે આ વિસ્તારમાંથી વહે છે. તાપી નદીની ખીણો અને ગીચ જંગલો આ વિસ્તારમાં વસવાટ કરનારા આદિવાસી સમાજના જીવન સાથે સંકળાયેલા છે. આ વિસ્તારનો ઇતિહાસ મુખ્યત્વે આદિવાસી સમાજ અને તેમના જીવન વિશે જાણવામાં આવે છે.

તાપી જિલ્લાનો ઇતિહાસ પણ મુઘલ શાસન સાથે સંકળાયેલ છે. મુઘલ શાસકો દ્વારા આ વિસ્તારના જંગલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સમય દરમિયાન, આ વિસ્તારમાં અનેક દેશી રજવાડા અને મહેલો હતા, જે આજે પણ તેમના અસ્તિત્વના પુરાવા આપી રહ્યા છે.

આજે, તાપી જિલ્લો તેની કુદરતી સૌંદર્ય, ખનીજ સંપત્તિ, અને ખેતીવાડી ઉત્પાદન માટે જાણીતો છે.

અહીં તાપી નદી પર વિશાળ ઉકાઇ બંધ અને જળવિદ્યુતમથક આવેલા છે. આ ઉપરાંત અહીં કોલસા આધારિત તાપવિદ્યુતમથક પણ આવેલું છે.

કાકરાપાર

અહીં તાપી નદી પર વીયર પ્રકારનો બંધ બાંધવામાં આવેલો છે. કાકરાપાર યોજનાની નહેરો આખા દક્ષિણ ગુજરાતમાં ફેલાયેલી છે અને બારેમાસ પાણી પૂરું પાડે છે. તેમજ અહીં દેશનુંં એક મહત્ત્વનું અણુશક્તિ વિદ્યુત મથક પણ આવેલ છે.

સોનગઢ

વાજપુરનો કિલ્લો

સોનગઢ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનું મુખ્ય મથક છે. અહીં પર્વત પર ગાયકવાડી શાસન સમયનો સોનગઢ કિલ્લો આવેલો છે. આ કિલ્લામાં માતાનું મંદિર આવેલું છે.


પદમડુંગરી

અહીં ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા પ્રકૃતિપ્રેમી લોકો માટે પ્રવાસન કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે.

ડોસવાડા

ડોસવાડા ગામ પાસે મીંઢોળા નદી પર નાનો બંધ બાંધવામાં આવેલ છે.

વીરથવા

આહવાથી નવાપુર જતાંં માર્ગ પર આવેલા વીરથવા આશ્રમ ખાતે ખજૂરીનું વન જોવાલાયક છે. એમાંથી મેળવાયેલ કુદરતી પીણું નીરો પીવાની ખૂબ જ મઝા પડે છે. અહીંથી ડાંગ જિલ્લામાં આવેલું શબરીધામ (આશરે ૧૧ કિલોમીટર) તેમજ ગિરમાળનો ગિરા ધોધ (૧૦ કિલોમીટર) ખૂબ નજીક આવેલાં સ્થળો છે.

ઉંચામાળા

ઉંચામાળા નજીક કાકરાપાર અણુશક્તિ મથક બાંધવામાં આવ્યું ત્યારથી આ ગામને અણુમાળા પણ કહેવાય છે. આ ગામ ખાતે અણુમથકના કર્મચારીઓના રહેવા માટેની વસાહત આવેલી છે.

ગૌમુખ

સોનગઢ તાલુકાના મુખ્ય મથકથી ડાંગના જગલ તરફ જતાંં રસ્તામાં આ સ્થળ આવે છે. જ્યા ઊંચા ડુંગર પર પથ્થરમાંથી બનાવેલા ગાયનાં મુખમાંથી બારેમાસ સતત પાણી નીકળ્યા કરે છે. એક માન્યતા મુજબ તે દેવતાઓની ગાય છે.

વાજપુરનો કિલ્લો

ઉચ્છલ તાલુકાના જાંબલી ગામની નજીક ઉકાઇ બંધના જળાશયના નીચાણ વિસ્તારમાં આ કિલ્લો આવેલો છે. ઉનાળાના દિવસો દરમ્યાન પાણી ઓછું થતાંં આ કિલ્લો બહાર દેખાય છે. મહારાષ્ટ્રના ખાનદેશ પ્રાંત તરફથી આવતા આક્રમણથી સોનગઢના ગાયકવાડી રાજ્યને બચાવવા કિલ્લાનું નિર્માણ થયુંં હતુંં.

દેવલપાડા (દેવલીમાડી)

સોનગઢ તાલુકાના દેવલપાડા ગામે દેવલી માડીનું મંદીર આવેલુ છે.

કાળાકાકર ડુંગર

ડોલવણ તાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલ કણધા અને વરજાખણ ગામ વચ્ચે આવેલો ડુંગર કાળાકાકર તરીકે પ્રખ્યાત છે. ડુંગર ઉપર વરસાદના દેવ વરુણ દેવનું મંદિર આવેલું છે.

થુટી

થુટી ઉચ્છલ તાલુકામાં અને સોનગઢથી ૮ કિ.મી દૂર આવેલુ એક નાનકડુ ગામ છે. થુટી ગામ ઉકાઇ જળાશયનાં કિનારે આવેલુ છે અને આ સ્થળની પર્યટકો મોટી સંખ્યામાં મુલાકાત લે છે.

Comments

Popular posts from this blog

વ્યારા તાલુકાના ગામો | villages of vyara taluka

મોહેંજો દરો વિશે