તાપી જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે "રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લેવાયા.

Image
            તાપી જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે "રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લેવાયા. વિવિધ અધિકારી/કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા માટે સ્વયંને સમર્પિત કરવાના શપથ લીધા માહિતી બ્યુરો,તાપી. તા.૩૦: લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ તા.૩૧ ઓક્ટોબરના રોજ  દર વર્ષે "રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્યની તમામ સરકારી કચેરીઓ,બોર્ડ,નિગમોમાં “રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવામાં આવે છે. આગામી તા.૩૧/૧૦/૨૦૨૪ના રોજ જાહેર રજા હોઇ રાજ્ય સરકાર દ્વારા તા.૩૦/૧૦/૨૦૨૪ના રોજ "રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવા જણાવાયું હતું. જે અન્વયે તાપી જિલ્લામાં આજરોજ સેવાસદન કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર.બોરડના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા અને તાલુકાની અન્ય વિવિધ કચેરીઓમાં સર્વે અધિકારી/કર્મચારીઓ દ્વારા "રાષ્ટ્રીય એકતા દિવસ” ના શપથ લેવામાં આવ્યા હતા. આ સાથે તાપી જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે,પ્રાયોજના વહિવટદારશ્રીની કચેરી ખાતે અધિકારી/કર્મચારીઓએ એકતા શપથ લઇ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા મા...

જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) તાપી ખાતે "નેશનલ સ્પોર્ટ્સ ડે" ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

 જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) તાપી ખાતે "નેશનલ સ્પોર્ટ્સ ડે" ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.

જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલે તમામ ખેલાડીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી

 (માહિતી બ્યુરો,તાપી) તા.૩૦:  ૨૯ ઓગસ્ટ “નેશનલ સ્પોર્ટસ ડે” ભારતમાં હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મ ૨૯ ઓગષ્ટ ૧૯૦૫ માં અલ્હાબાદમાં થયો હતો. તેઓએ હોકીમાં વિશ્વકક્ષાએ ભારતનુ નામ રોશન કર્યુ હતુ. તેથી તેમના જન્મ દિવસને “નેશનલ સ્પોર્ટસ ડે" જાહેર કરવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને સમગ્ર દેશે આ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

"નેશનલ સ્પોર્ટ્સ ડે" નિમિત્તે શ્રી ર.ફ. દાબુ કેળવણી મંડળ દ્વારા ચાલતી જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) તાપી ખાતે ઉજવવામાં આવેલ હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે તાપી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. 

જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલે ખેલાડીઓને રમત-ગમત ક્ષેત્રે સફળ થવા અંગે પ્રોત્સાહિત કરી તમામ ખેલાડીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. 

ડી.એલ.એસ.એસ. કોચ આહિર પિંકલે ખેલાડીઓને મેજર ધ્યાનચંદ અને સ્પોર્ટ્સ ડે વિશે વિસ્તૃત માહિતી પુરી પાડી સૌને નેશનલ સ્પોર્ટ્સ ડે શુભેચ્છાઓ પાઠવી હતી.

ડીએલએસએસની ખેલાડી બાળાઓ દ્વારા કેક કાપી અને પ્લેંક ચેલેન્જ, દોરડી કૂદ, લીંબુ ચમચી જેવી વિવિધ ઇન્ડોર રમતોનું આયોજન કરી "નેશનલ સ્પોર્ટ્સ ડે"ઉજવવામાં આવ્યો હતો.

નોધનીય છે, કે ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે સરકારશ્રી તરફથી મળેલ ગાઈડલાઇન મુજબ ખેલાડીઓની તથા અન્ય સાથીમિત્રોની સુરક્ષાને ધ્યાને લઈ “સ્વચ્છ રહો, સુરક્ષિત રહો તંદુરસ્ત રહો,’હમ ફીટ તો ઇન્ડિયા ફીટ” ના સુત્રને ચરિતાર્થ કરવા આઉટ ડોર રમતોનું આયોજન ન કરતા માત્ર ઇન્ડોર રમતોનું આયોજન કરાયું હતું.

તાપી જિલ્લામાં યુવા રમતવીરોમાં ખેલભાવના કેળવવા તેમજ પ્રોત્સાહિત કરવાના ઉમદા આશય સાથે "નેશનલ સ્પોર્ટ્સ ડે" ની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.


Comments

Popular posts from this blog

તાપી જીલ્લાનો ઇતિહાસ અને જોવાલાયક સ્થળો

વ્યારા તાલુકાના ગામો | villages of vyara taluka

મોહેંજો દરો વિશે