તાપી જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે "રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લેવાયા.

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"
કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ
‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ
’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ
નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત કાર્યક્રમ કેન્દ્રિય કેબીનેટ મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને તથા રાજ્યકક્ષા મંત્રીશ્રી પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને સંસદીય બાબતો, ગુજરાત સરકારના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા સહિત મહાનુભાવોની ઉપસ્થીતીમાં યોજાયો હતો.
આ સાથે નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગળની હરોળમાં રહે છે તેવી જ રીતે રેઇન વોટર હાર્વેસ્ટમાં પણ આગળ રહે એમ વિનંતી કરી હતી.
અંતે મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌને બાળકોની પ્રતિભાને વધારવા પ્રોત્સાહિત કરવા તથા તેઓને માર્ગદર્શન આપતા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમમાં મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પ્રેરક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, શિક્ષણની કેડી અંત્યોદય સુધી લઇ જવા તથા તેઓને વિકાસની ધારામાં લાવવાના ભગીરથ પ્રયાસો વર્તમાન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ દ્વારા પાણી બચાવી પ્રકૃતિને બચાવવાનું કાર્ય હાથ ધરાયું છે. જેનામાં આપણે સૌ સહભાગી થવું જોઇએ એમ આગ્રહ કર્યો હતો.જિલ્લા ધારાસભ્યશ્રી શ્રી નરેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન થકી આજે 28 જેટલા વિકાસ કામોના લોકાર્પણ કરાયા બાબતે અભિનંદન પાઠવ્યા હતા.વધુમાં લોકો વરસાદી પાણી બચાવવા પ્રેરિત થાય તે માટે રેઇન વોટર હાર્વેસ્ટ પ્રોજેક્ટ અપનાવવા અનુરોધ કર્યો હતો.
પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અરુણકુમાર અગ્રવાલે સ્વાગત પ્રવચન દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપી શાળાના લોકાર્પણ અંગે જાણકારી આપી હતી. કાર્યક્રમના અંતે ગણદેવી પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ આભાર દર્શન કર્યું હતું.
કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ગણદેવી પ્રાથમિક શાળામાં રેઇન વોટર હાર્વેસ્ટ પ્રોજેક્ટનું પણ ઉદધાટન કરાયું હતું. આ સાથે ગણદેવી વિસ્તારની વિવિધ શાળાના બાળકલાકારોને વિવિધ કક્ષાએ વિજેતા બનતા મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ બાળ વૈજ્ઞાનિકોની વિજ્ઞાન પ્રદર્શનીને નિહાળી બાળકોની આવડતને વધાવી લીધી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇ, ઇંચા. કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા, નવસારી ધારાસભ્યશ્રી રાકેશ દેસાઇ, ગણદેવી ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ, ગણદેવી નગરપાલિકા પ્રમુખશ્રી ભાવેશકુમાર પટેલ સહિત વિવિધ મહાનુભાવો, જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અરુણકુમાર અગ્રવાલ અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.
#TeamNavsari #gujarat #gandevi
Gujarat Information CMO Gujarat
Comments
Post a Comment