તાપી જિલ્લાના વિવિધ તાલુકામાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત કાર્યક્રમો યોજાયા.

Image
  તાપી જિલ્લાના વિવિધ તાલુકામાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત કાર્યક્રમો યોજાયા. સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ હેઠળ શ્રમદાન કાર્યોક્રમ અંતર્ગત આજ રોજ ડોલવણ તાલુકાના અંધરવાડી દૂર ગામે સરપંચ શ્રી તેમજ ગ્રામજનો... Posted by  Info Tapi GoG  on  Sunday, September 22, 2024 _________________________________________ "સ્વચ્છતા હિ સેવા" કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા સાઇકલિંગ સ્પર્ધા યોજાઇ.... જિલ્લા કલેકટરશ્રી... Posted by  Info Tapi GoG  on  Sunday, September 22, 2024 _________________________________________________ સ્વચ્છતા હિ સેવા" -2024 જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા જિલ્લા સેવા સદનના મુખ્ય ગેટ પાસે સ્વચ્છતા ડ્રાઇવ... Posted by  Info Tapi GoG  on  Sunday, September 22, 2024 ____________________________________________ સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનની ઉજવણીના ભાગરુપે શ્રમદાન અંતર્ગત આજ રોજ ડોલવણ તાલુકાના એમોનિયા ગામે સેંગ્રીગેશન શેડ તથા... Posted by  Info Tapi GoG  on  Sunday, September 22, 2024 ___________________________________________ સ્વચ્છતા હી સેવા”કાર્યકમ અં

Dang|Ahwa|Saputara:ગિરિમથક સાપુતારા ખાતે યોજાયો PIB નો 'રૂરલ મીડિયા વર્કશોપ':

   રાજ્ય, કેન્દ્ર સરકારની યોજનાઓની ધરાતલ સફળતા માટે ગ્રામીણ પત્રકારો પાયાના પત્થર બની રહેશે :

Dang|Ahwa|Saputara:ગિરિમથક સાપુતારા ખાતે યોજાયો PIB નો 'રૂરલ મીડિયા વર્કશોપ':


(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૩૧: ગ્રામીણ પત્રકારત્વ માટે 'વાર્તાલાપ' યોજવાની સૌહાદર્તા અને સંવેદનશીલતા દાખવવવા બદલ PIB (પ્રેસ ઇન્ફોર્મશન બ્યુરો) નો હ્રદયપૂર્વક આભાર માનતા, વરીષ્ઠ પત્રકાર શ્રી પ્રસન્ન ભટ્ટે, ભારતનો આત્મા જ ગામડામાં વસે છે ત્યારે, શહેરોની વાતાનુકૂલિત કેબિનમાં બેસીને ફરજ બજાવતા મીડિયા સામે, ગ્રામીણ પત્રકારોનું દાયિત્વ લોકલ બોલી અને ભાષામાં અનેકગણું મહત્વ ધરાવે છે તેમ, જણાવ્યુ હતું. 

શ્રી પ્રસન્ન ભટ્ટે ગ્રામીણજનો અને ગ્રામ વિસ્તારોમાં કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓને લગતી યોજનાઓ, અને તેના પરિણામોની જ્વાબદારી ગ્રામીણ પત્રકારત્વ કરતા મિત્રોની છે, તેમ જણાવતા હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ જેવા કાર્યોમાં, ગ્રામીણ પત્રકારત્વના યોગદાનની ભૂમિકા સ્પસ્ટ કરી હતી. 

સીમિત અને ટાંચા સાધનો વચ્ચે ગ્રામીણ પત્રકારત્વને અડીખમ રહેવાની અપીલ કરતાં શ્રી પ્રસન્ન ભટ્ટે, કલમને વેચવાનો ધંધો ન બનાવવાને બદલે, પોતાના દાયિત્વ અને કર્મનો ધર્મ સુપેરે અદા કરવાની હ્રદયસ્પર્શી અપીલ કરી હતી. અમેરિકા અને ચીન જેવા વિકસિત દેશોમાં પણ રૂરલ જર્નાલીઝમની અપડાઉન સ્થિતિ, દેશના અર્થતંત્રને પણ અસર કરે છે તેમ તેમણે જણાવ્યુ હતું. 

માહિતી ખાતાની કાર્યપદ્ધતિને કારણે તેની મહત્તા ખૂબ વધી જાય છે, ત્યારે પત્રકાર જગત સાથે માસિયાઈ ભાઈનો નાતો ધરાવતા, એક અગત્યના વિભાગની કાર્યપ્રણાલી સમજી, પત્રકારત્વની વિશ્વસનિયતા વધારવાની પણ તેમણે આ વેળા હિમાયત કરી હતી. 

પોતાની 'લેખિની'ને અભડાવ્યા વિના, સમાજ પ્રત્યેનું દાયિત્વ અદા કરવાનું આહ્વાન કરતાં શ્રી પ્રસન્ન ભટ્ટે, આવો 'વાર્તાલાપ' વહીવટી તંત્ર અને મીડિયા જગત માટે, સીમાચિન્હરૂપ સાબિત થશે તેમ જણાવ્યુ હતું. પત્રકારોના કલ્યાણ માટે અમલી કલ્યાણ યોજનાઓને વધુ લોકભોગ્ય બનાવવાની હાંકલ કરતા શ્રી ભટ્ટે, ડાંગથી પ્રારંભાયેલો આ 'વાર્તાલાપ' દેશના ફલક સુધી વિસ્તરે તેવા સુભાશિષ પાઠવ્યા હતા.

ગ્રામ્ય પત્રકારોને માહિતી વિભાગ, દૂરદર્શન, અને સ્થાનિક મીડિયા, અરસપરસ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહયોગી બને તે જરૂરી છે તેમ જણાવતા શ્રી ભટ્ટે, સારાનરસાનો ભેદ પારખી, સૌને તંદુરસ્ત સમાજ નિર્માણની શુભકામનાઓ પાઠવી હતી. 

મીડિયામાં ઊભરતા પ્રવાહો અને ટેકનોલોજી વિષયનો ખ્યાલ આપતા દૂરદર્શનના નાયબ નિયામક શ્રી ઉત્સવ પરમારે, રૂરલ મીડિયા વર્કશોપમાં ટુ વે કમ્યુનિકેશન થતું હોય છે તેમ જણાવતા, ડાંગની સંસ્કૃતિ અને ટેકનોલોજીના સુભગ સમન્વય સાથે શહેરીજનો, જે પ્રશ્નોનો ઉત્તર શોધી રહ્યા છે તે ઉત્તર રૂરલ મીડિયા છે, તેમ જણાવી, ગ્રામીણ સંસ્કૃતિમાં રહેલી અખૂટ શક્યતાઓને ઉજાગર કરવાની જ્વાબદારી, ગ્રામીણ પત્રકારત્વની છે તેમ કર્યું હતું. ગ્રામીણ સંસ્કૃતિમાં રહેલા જીવનના તત્વજ્ઞાનને શહેરીજનોના બહેરા કાન સુધી પહોચાડવાની જવાબદારી, ગ્રામ્ય મીડિયા સારી રીતે કરી શકે છે તેમ પણ તેમણે જણાવ્યુ હતું. 

આદિવાસી વિસ્તારની સમસ્યાઓને ઉજાગર કરીને, સમાજ સેવાનું ઉમદાકાર્ય કરવાની ઉત્તમ તક, ગ્રામીણ  મીડિયા મિત્રો પાસે છે તેમ પણ તેમણે જણાવ્યુ હતુ. ગ્રામીણ પત્રકારત્વના માધ્યમથી તળ અને મૂળની વાતો, શહેરીજનોના કાન સુધી બખૂબી રીતે પહોંચાડવાની પણ તેમણે હિમાયત કરી હતી. 

બદલાયેલી ક્રાઈમ પેટર્ન, સાઇબર ફ્રોડ, અને ઓર્ગેનાઇટઝડ ક્રાઈમ જેવા કૃત્યોને નાથવા માટે, અને દંડની જગ્યાએ ન્યાયને મહત્વ મળી શકે તેવા ઉમદા આશયથી, જૂના કાયદાઓમાં કેન્દ્ર સરકારે સુધારો કરીને, નવા કાયદાઓનું અમલીકરણ થઈ રહ્યું છે, તેમ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણિયાએ જણાવ્યુ હતું. 

ઊંડા અભ્યાસ અને સૂક્ષ્મ રિસર્ચ વર્ક સાથે આવેલા બદલાવને કારણે, ન્યાયની પ્રક્રિયાને ઝડપી અને વધુ ન્યાયસંગત બનાવી શકાશે તેમ પણ શ્રી જગાણિયાએ સાપુતારા ખાતે આયોજિત “વાર્તાલાપ” માં પોતાનું વક્તવ્ય રજૂ કરતાં જણાવ્યુ હતું.

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હસ્તકના રાજ્ય પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોના કાર્યક્રમમાં, વક્તા તરીકે પધારેલા પોલીસ અધિક્ષકશ્રીએ, ડાંગ પોલીસના સમાજ સુધારણાના નવા આયામ એવા પ્રોજેકટ દેવી, પ્રવાસી મિત્ર, અને પ્રોજેક્ટ સંવેદનાનો પણ ખ્યાલ આપ્યો હતો. મીડિયા, સોસાયટીમાં મીરરનું કામ કરી રહ્યું છે, તેમ જણાવતા શ્રી જગાણિયાએ, ડાંગના મીડિયાના હકારાત્મક વલણની પણ સરાહના કરી હતી.

ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં પહોંચીને ગ્રામીણ પત્રકારત્વ સુધી 'સંવાદ' સાધવાનો સ્તુત્ય પ્રયાસ PIB નો છે, તેમ જણાવતા ADG શ્રી પ્રકાશ મગદુમે, ટુ વે કોમ્યુનિકેશનની કાર્યપ્રણાલી વર્ણવી હતી. 

સ્થાનિક સમસ્યાઓ, મુશ્કેલીઓ સાથે RNI ની કામગીરીને વધુ સરળ બનાવવાનું કાર્ય, માહિતી અને પ્રસારણ મંત્રાલયે કર્યું છે તેમ જણાવતા શ્રી મગદુમે, મીડિયા અને ટેકનોલોજીના સુભગ સમન્વય થકી 'લોકલ ઈઝ ગ્લોબલ'ની વડાપ્રધાનશ્રીની નિભાવવાને ચરિતાર્થ કરવાનું કાર્ય, ગ્રામીણ પત્રકારો કરી શકે છે તેમ જણાવ્યુ હતું. 

પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, અને સોશિયલ મીડિયાના વધતા વ્યાપને નજર સમક્ષ રાખી, તેને આત્મસાત કરવાની અપીલ કરતાં ADG શ્રી પ્રકાશ મગદુમે, પ્રધાનમંત્રીશ્રીની “મન કી બાત” જેવા કાર્યક્રમોએ સ્થાનિક ગ્રામીણ પત્રકારોની જવાબદારી વધારી છે તેમ કહ્યું હતું. તેમણે AI ટેકનોલોજી જેવા આધુનિક ટૂલ્સ ને અપનાવીને પત્રકારત્વને ધારદાર, અસરકારક બનાવવાની પણ અપીલ કરી હતી. ગ્રામ્ય પત્રકારો માટેની કલ્યાણકારી યોજનાઓ પણ તેમના સુધી પહોંચે તેવા પ્રયાસોની શ્રી મગદુમે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 

PIB ના શ્રી ચીરાગ બોરાણિયાએ, આ વાર્તાલાપનો ઉદ્દેશ સ્પસ્ટ કરી, ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો સહિત RNI, સેન્ટ્રલ બ્યૂરો ઓફ કોમ્યુનિકેશન, DAVP,  ફિલ્ડ પબ્લિસિટી, અને સોંગ એન્ડ ડ્રામા ડિવિઝનની કાર્યપ્રણાલીનો ખ્યાલ આપ્યો હતો. પત્રકાર અને માહિતી પ્રસારણ વિભાગ પરસ્પર સેતુરૂપ ભૂમિકા અદા કરી, એક સિક્કાની બે બાજુ જેવી ભૂમિકા નિભાવે છે, તેમ પણ તેમણે કહ્યું હતું.

ગિરિમથક સાપુતારા સ્થિત હોટેલ તોરણ હિલના કોન્ફરન્સ હોલમાં આયોજિત PIB ના આ 'વાર્તાલાપ' કાર્યક્રમમાં સુરત પ્રાદેશિક કચેરીના સંયુક્ત માહિતી નિયામક શ્રી અરવિંદ મછાર, PIB ના નાયબ નિયામક સુશ્રી આરોહી પટેલ, આકાશવાણી અમદાવાદના નાયબ નિયામક શ્રી ભરત દેવમણી, ડાંગના સહાયક માહિતી નિયામક શ્રી મનોજ ખેંગાર, સુરતના ફિલ્ડ પબ્લીસિટી ઓફિસર શ્રી ઇન્દ્રવદનસિંહ ઝાલા સહિત ડાંગના PIB અને દૂરદર્શન/આકાશવાણીના પ્રતિનિધિઓ, સંબંધિત અધિકારી, કર્મચારીઓ, અને ડાંગ જિલ્લાના અંતરિયાળ દુર્ગમ વિસ્તારોમાં રહી પત્રકારત્વ કરતા મીડિયાકર્મીઓ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી.

દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલા કાર્યક્રમ દરમિયાન આયોજકોએ પુષ્પગુચ્છ, શાલ અને સમૃતિભેટ અર્પણ કરી મહાનુભાવોનું અભિવાદન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે PIB ઓફિસર શ્રી જયકિશન શર્માએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે કાર્યાંતે નાયબ નિયામક સુશ્રી આરોહી પટેલે આભાર દર્શન કર્યું હતું. ઉદઘોષક તરીકે સુશ્રી યોગિતા પટેલે સેવા આપી હતી.


Comments

Popular posts from this blog

મોહેંજો દરો વિશે

વ્યારા તાલુકાના ગામો | villages of vyara taluka

તાપી જીલ્લાનો ઇતિહાસ અને જોવાલાયક સ્થળો