બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રાજ્યકક્ષાની એથ્લેટિક્સમાં વિજયદોડ! નેશનલ સ્તરે જશે પ્રેઝીબેન આહિર અને તેમની ટીમ

Image
    બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રાજ્યકક્ષાની એથ્લેટિક્સમાં વિજયદોડ! નેશનલ સ્તરે જશે પ્રેઝીબેન આહિર અને તેમની ટીમ વ્યારા સ્પોર્ટ્સ શાળામાં તૈયારી કરતી પ્રેઝીબેન ધનસુખભાઈ આહિર. ખેરગામ, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૫:** ખેરગામ તાલુકાના રૂઝવણી ગામની બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ વ્યારા સ્પોર્ટ્સ શાળામાં તૈયારી કરતી પ્રેઝીબેન ધનસુખભાઈ આહિર તથા તેમની ટીમે અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવની રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને તમામને ગર્વ અનુભવાડ્યો છે. ગઈ કાલે નડિયાદ ખાતે આયોજિત આ સ્પર્ધામાં તેઓએ ૪ બાય ૪૦૦ મીટર રિલે દોડમાં પ્રથમ ક્રમ મેળવીને ખેરગામ તાલુકા, બહેજ પ્રાથમિક શાળા, રૂઝવણી ગામ તથા આહિર સમાજનું ગૌરવ વધાર્યું છે. આ વિજયથી પ્રોત્સાહિત થઈને તેઓ હવે નેશનલ સ્તરની સ્પર્ધામાં ભાગ લેશે. પ્રેઝીબેનની આ અદ્ભુત સિદ્ધિમાં તેમની ટીમના સાથીઓનો અમુલ્ય ફાળો છે. તેમની સાથે રવિના સેરવા, મિત્તલ રાઉત અને પ્રિયાંશી ગાવિતે પણ આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. વળી, તેમના કોચ પિન્કલ આહિરનું માર્ગદર્શન અને તૈયારીનું યોગદાન આ વિજયનું મુખ્ય કારણ રહ્યું છે. આ ટીમના ...

તાપી (સોનગઢ) : સીઆરપીએફ જવાન મુકેશ ગામીતના સન્માન સમારોહમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિ

 તાપી (સોનગઢ) : સીઆરપીએફ જવાન મુકેશ ગામીતના સન્માન સમારોહમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિ


શૌર્યચક્રથી સન્માનિત મુકેશ ગામીત સમાજના પ્રત્યેક યુવાનો માટે પ્રેરણારૂપ -આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ

મુકેશજીના સન્માન સમારોહમાં આમંત્રિત કરવા બદલ મંત્રી શ્રી હળપતિએ પોતાને ભાગ્યશાળી ગણાવ્યા 

માહિતી બ્યુરો, તાપી તા. ૧૩ :- આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ રંગઉપવન સિનિયર સિટીઝન ભવન સોનગઢ ખાતે પોતાની પ્રેરક ઉપસ્થિતિ નોંધાવીને શૌર્યચક્રથી સન્માનિત એવા ભારત માતાના જાંબાઝ સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. 

આ પ્રસંગે મંત્રી શ્રી હળપતિએ જણાવ્યું કે, દેશની સરહદને સુરક્ષિત કરીને પોતાનું શૌર્ય દાખવનાર ચાંપાવાડી ગામના સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતે શ્રીનગર ખાતે સર્ચ ઓપરેશનમાં જે રીતે અદમ્ય સાહસ દાખવી સૂઝબૂજ સાથે પોતાના સાથી જવાનને સુરક્ષિત કરીને આતંકવાદીને ઠાર કર્યો હતો. આ અસાધારણ બહાદુરી સમાજના પ્રત્યેક યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

સન્માન સમારોહ આમંત્રિત મંત્રીશ્રીએ પોતાને ભાગ્યશાળી ગણાવતા વધુમાં ઉમેર્યું હતું કે,શૌર્યચક્ર પુરસ્કારથી સન્માનિત એવા મુકેશભાઈ ગામીતના સન્માનની મને જે તક મળી છે તે મારા માટે જીવનભર યાદગાર ક્ષણ બની રહેશે.

આ પ્રસંગે તાપી જિલ્લા સહિત ભારત દેશનું ગૌરવ વધારનાર વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામના શ્રી મુકેશ ગામીતે વર્ષ ૨૦૨૧ માં શ્રીનગર ખાતે કરાયેલા સર્ચ ઓપરેશનની યાદોને ફરી એકવાર ગ્રામજનો સમક્ષ સાજા કરી હતી. ગ્રામજનોએ પણ ભારતના સપૂતની શૌર્યગાથા રસપૂર્વક સાંભળીને ગૌરવની લાગણી અનુભવી હતી. જ્યાનું વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાયું હતું.

શ્રી મુકેશ ગામીતના સન્માન સમારોહનું આયોજન તાપી જિલ્લાના અર્ધલશ્કરી સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યાં અર્ધલશ્કરી સંગઠન જવાનો, પૂર્વજવાનો,ઉપસ્થિત અન્ય પદાધિકારીઓ,હોદ્દેદારો,શૌર્ય ચક્ર પુરસ્કૃત મુકેશભાઈ ગામીતના પરિવારજનો, સગાસંબંધીઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી. 

Comments

Popular posts from this blog

તાપી જીલ્લાનો ઇતિહાસ અને જોવાલાયક સ્થળો

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ

જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) તાપી ખાતે "નેશનલ સ્પોર્ટ્સ ડે" ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ