Posts

તાપી જિલ્લાના વિવિધ તાલુકામાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત કાર્યક્રમો યોજાયા.

Image
  તાપી જિલ્લાના વિવિધ તાલુકામાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત કાર્યક્રમો યોજાયા. સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ હેઠળ શ્રમદાન કાર્યોક્રમ અંતર્ગત આજ રોજ ડોલવણ તાલુકાના અંધરવાડી દૂર ગામે સરપંચ શ્રી તેમજ ગ્રામજનો... Posted by  Info Tapi GoG  on  Sunday, September 22, 2024 _________________________________________ "સ્વચ્છતા હિ સેવા" કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા સાઇકલિંગ સ્પર્ધા યોજાઇ.... જિલ્લા કલેકટરશ્રી... Posted by  Info Tapi GoG  on  Sunday, September 22, 2024 _________________________________________________ સ્વચ્છતા હિ સેવા" -2024 જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા જિલ્લા સેવા સદનના મુખ્ય ગેટ પાસે સ્વચ્છતા ડ્રાઇવ... Posted by  Info Tapi GoG  on  Sunday, September 22, 2024 ____________________________________________ સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનની ઉજવણીના ભાગરુપે શ્રમદાન અંતર્ગત આજ રોજ ડોલવણ તાલુકાના એમોનિયા ગામે સેંગ્રીગેશન શેડ તથા... Posted by  Info Tapi GoG  on  Sunday, September 22, 2024 ___________________________________________ સ્વચ્છતા હી સેવા”કાર્યકમ અં

સાંસદ ધવલભાઈ પટેલના ઘરે સ્થાપિત ગણેશજીનું વિસર્જન: આદિવાસી થીમ પર યોજાઈ વિશાળ ગણેશ વિસર્જન યાત્રા

Image
                          સાંસદ ધવલભાઈ પટેલના ઘરે સ્થાપિત ગણેશજીનું વિસર્જન: આદિવાસી થીમ પર યોજાઈ વિશાળ ગણેશ વિસર્જન યાત્રા ------- આદિવાસી સંસ્કૃતિ અને વિવિધ યોજનાઓની થીમ સાથે કરાયું ગણેશ વિસર્જન ------- લોકસભા દંડક અને વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલના સુરત નિવાસ સ્થાને આયોજિત પાંચમા ગણેશોત્સવની વિસર્જન યાત્રા સુરતમાં યોજાઈ હતી. આદિવાસી થીમ પર યોજાયેલી વિસર્જન યાત્રામાં ડાંગ, વાંસદા, અનાવલ, તાપી, સોનગઢ, વલસાડ, કપરાડા, ભરૂચ એમ દ.ગુજરાતના ખૂણે-ખૂણેથી આવેલા આદિવાસી સમાજના ૨૫,૦૦૦ થી વધુ લોકોએ હોંશે-હોંશે ભાગ લીધો હતો.  આદિવાસી સમાજના પરંપરાગત આદિવાસી વેશભૂષા સાથે ડાંગી નૃત્ય, ઘેરિયા, તુર, તારપો, ટીમલી જેવા નૃત્યો યાત્રામાં સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આગામી વર્ષથી શ્રી ધવલભાઈ પટેલ વલસાડમાં પોતાના કાયમી નિવાસ સ્થાનેથી ગણેશોત્સવનું આયોજન કરશે.  વિસર્જન યાત્રામાં ભીલ સમાજ, વસાવા, હળપતિ, ગામીત, ધોડિયા પટેલ, ચૌધરી, કુકણા સહિત દરેક આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. રાજ્યના સૌથી મોટા આદિવાસી ડીજે રોકી સ્ટારને પણ આમંત્રણ અપાયું હતું. સુરતનું પ્રખ્યાત ગાર્ડન ગ્રુપ પણ જોડાયુ હતું.  લોકોએ આ અનોખી

Tapi news : સરકારી પોલિટેકનિક કોલેજ વ્યારા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાયો

Image
    Tapi news : સરકારી પોલિટેકનિક કોલેજ વ્યારા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાયો *તાપી જિલ્લાના ૧૨૬ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઇ* *માહિતી બ્યુરો,તાપી તા.૦૯* ઔધોગિક તાલીમ સંસ્થા વ્યારા, સરકારી પોલીટેક્નીક વ્યારા તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરી વ્યારાના સંયુક્ત ઉપક્રમે સરકારી પોલીટેક્નીક વ્યારા ખાતે નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાયો હતો.આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ વિશેષ ઉપસ્થિતી નોંધાવી ભરતી મેળાને ખુલ્લો મુકયો હતો.                       ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન ઉકાઈ દ્વારા વિવિધ એપ્રેન્ટીસ વેકેન્સી માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં તાપી જિલ્લાના મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા હતા.આ એપ્રેન્ટીસ ભરતી મેળામાં તાપી જિલ્લાના ૧૨૬ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આગળની પ્રક્રિયા ટૂંક સમયમા પુર્ણ કરવામાં આવશે અને મેરીટ આધારીત હાજર ઉમેદવારોની એપ્રેન્ટીસ તરીકે અંતિમ પસંદગી કરવામાં આવશે.                કાર્યક્રમમાં ઈન્દુ ગામના સરપંચ શ્રીમતી સુનીતાબેન સંજયભાઈ ગામીત તથા કલમકુઈ ગા

સોનગઢ તાલુકાના ઉકાઇ ખાતે આદિમજુથના નાગરિકો #PMJANMAN કેમ્પના માધ્યમથી આધાર કાર્ડ,જાતિનો દાખલો,આયુષ્માન કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ,કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની યોજનાનો લાભ મેળવે તે માટે માર્ગદર્શન આપી કેટલીક યોજનાઓની સ્થળ પર જ નોંધણી અને લાભ વિતરણ કરાયા

Image
   સોનગઢ તાલુકાના ઉકાઇ ખાતે આદિમજુથના નાગરિકો #PMJANMAN કેમ્પના માધ્યમથી આધાર કાર્ડ,જાતિનો દાખલો,આયુષ્માન કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ,કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની યોજનાનો લાભ મેળવે તે માટે માર્ગદર્શન આપી કેટલીક યોજનાઓની સ્થળ પર જ નોંધણી અને લાભ વિતરણ કરાયા #EmpoweringTribalTransformingIndia

તાપી જિલ્લામાં જંગલ વિસ્તારની જમીન મૂસળીની ખેતી માટે માફક

Image
 તાપી જિલ્લામાં જંગલ વિસ્તારની જમીન મૂસળીની ખેતી માટે માફક

આદિવાસી દીકરીએ જીત્યો મિસ એશિયા વર્લ્ડ પ્લેટીનમનો ખિતાબ આદિવાસી દીકરીએ જીત્યો મિસ એશિયા વર્લ્ડ પ્લેટીનમનો ખિતાબ

 આદિવાસી દીકરીએ જીત્યો મિસ એશિયા વર્લ્ડ પ્લેટીનમનો ખિતાબ આદિવાસી દીકરીએ જીત્યો મિસ એશિયા વર્લ્ડ પ્લેટીનમનો ખિતાબ  courtesy: News 18 Gujarati આદિવાસી દીકરીએ જીત્યો મિસ એશિયા વર્લ્ડ પ્લેટીનમનો ખિતાબ આદિવાસી દીકરીએ જીત્યો મિસ એશિયા વર્લ્ડ પ્લેટીનમનો ખિતાબ #Tapi #Trible #Missasiaworldplatiunm #Award #Winner #GujaratiNews #TVOriginal Posted by  News18 Gujarati  on Saturday, September 7, 2024

દક્ષિણ ગુજરાતના એવા શિક્ષણના સારથિઓ, જે માત્ર શિક્ષણકાર્ય જ નહીં, સમાજ સેવાને પણ આપે છે પ્રાધાન્ય

Image
                     તા.૫મી સપ્ટે: શિક્ષક દિવસને અર્પણ.. ------- શિક્ષણ સાથે સેવાની સાધના.. આવા શિક્ષકોને કોટિ કોટિ નમન દક્ષિણ ગુજરાતના એવા શિક્ષણના સારથિઓ, જે માત્ર શિક્ષણકાર્ય જ નહીં, સમાજ સેવાને પણ આપે છે પ્રાધાન્ય ધરમપુરના ઋષિત મસરાણી.. શિક્ષણ સાથે સમાજસેવાનું બહેતર માધ્યમ પુસ્તકના જ્ઞાનની સમાંતર બાળકોને વ્યવહારૂ જ્ઞાન આપતા સુરતના માંડવી તાલુકાની વાડી સ્વતંત્ર પ્રા.શાળાના શિક્ષક સુનિલભાઈ ચૌધરી વાંસદા રંગપુર પ્રાથમિક શાળાના આચાર્ય નીતિન પાઠકે શાળાને રાષ્ટ્રીય ઓળખ અપાવી શામળિયાએ સુદામાને પૂછેલું કે, ' બચપણમાં આપણે સાથે ભણતા તે તને હજુ સાંભરે છે?' સુદામાએ ઉત્તરમાં કહેલું 'હા, સખા એ અનન્ય દિવસો... મારાથી કેમ વિસરાય?' ઝાડને છાંયડે બેસી ગુરુ ભણાવતા અને શિષ્યો ગુરુમુખેથી વહેતા અસ્ખલિત જ્ઞાનપ્રવાહને એકાગ્રતાથી ઝીલતા. વિશ્વમાનવતા, કરુણા, શાંતિના પાઠ ભણતા. આ બધું આધુનિકતાના અંધારામાં ક્યાંક ગુમ થઈ ગયું છે.’             'એક મા સો શિક્ષકની ગરજ સારે છે તો 'એક શિક્ષક અનેક બાળકોની માતા બનાવાનું સામર્થ્ય કેમ ન ધરાવી શકે?'  આ મંત્ર લઈને નીકળેલો સેવા અને શિક્ષણનો ભેખધારી

Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Image
   Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. તારીખ 03-09-2024નાં દિને ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જેમાં ધોરણ 5 થી 8નાં 80 બાળકોએ 24 કૃતિઓ રજૂ કરી હતી.જેમાં બાળકોએ કાર્યશીલ કૃતિઓ રજૂ કરી બાળકોમાં કુતૂહલ જમાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ આવનાર સમયમાં બાળ પ્રદર્શન યોજાનાર હોય બાળકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી અવનવી આઈડિયા વિચારતો થાય અને તેને કૃતિમાં પરિવર્તિત કરે એ હેતુ સિદ્ધ થાય છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ તેમજ શાળાનાં આચાર્ય/તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ સહ શાળા પરિવાર ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.તમામ બાળકોને પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવ્યા હતા.